Amazon એ લોન્ચ કરી miniTV સર્વિસ , ફીમાં જોઈ શકશો વેબ સિરીઝ

 સૌથી લોકપ્રિય ઈ - કૉમર્સ સાઈટ Amazon એ એક નવી વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ લૉન્ચ કરી છે . miniTV નામની આ સર્વિસ દ્વારા યૂઝર્સ ફ્રી વેબ સીરિઝ , કૉમેડી શૉ , ન્યૂઝ , ફૂડ , ફેશન અને બ્યુટી સહિતની અઢળક સામગ્રી જોઈ શકશે . આગળ જણાવ્યું તેમ આ ફી સર્વિસ હશે , અર્થાત્ યૂઝર્સે તેના માટે કોઈપણ પ્રકારનો ચાર્જ નહીં ચૂકવવો પડે . જોકે વીડિયોની વચ્ચે તેણે જાહેરાતો જોવાની તૈયારી રાખવી પડશે જે paid subscrip tion માં નથી જોવા મળતી . ઍમેઝોન મીનીટીવી કંપનીની શૉપિંગ એપ્લિકેશન પર જ ઉપલબ્ધ છે . એનો મતલબ એવો થયો કે તેના માટે બીજી કોઈ એપ્લિકેશન ડાઉનલૉડ કરવાની પણ જરૂર નથી . કંપનીના જણાવ્યાનુસાર આ નવા વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મનો લાભ હાલ માત્ર એન્ડ્રોઈડ યૂઝર્સને જ મળશે . પણ આગામી સમયમાં તેનાં iOS અને મોબાઈલ વેબ વર્ઝન પણ લૉન્ચ કરવામાં આવશે . અહીં ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે Amazone Prime અને miniTV બંને અલગ અલગ પ્લેટફોર્મ છે . કંપનીનું કહેવું છે કે miniTV ઉપર ટૂંક સમયમાં નવા અને એક્સક્લઝિવ વીડિયો આવવાના છે જે Amazone Prime પર શૂર કરવામાં નહીં આવે . ઉલ્લેખનીય છે કે ઓટીટી પ્લેટફોર્મ પર હાલ તગડી સ્પર્ધા ચાલી રહી છે . કોરોનાને કારણે જ્યારે ભારતભરમાં થિયેટરો બંધ છે ત્યારે વધુ ને વધુ દર્શકો મનોરંજન માટે ઓટીટી પ્લેટફોર્મ તરફ વળી રહ્યાં છે . અનેક મોટી ફિલ્મો પણ સીધી ઓટીટી પર રિલીઝ થઈ રહી છે તે જોતાં આગામી દિવસોમાં સ્પર્ધા વધુ તગડી બનશે .

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

"All AMD Gaming PC Build | How To Make The Right