વોટ્સએપ ચેટ હવે , એન્ડ્રોઇડથી આઇઓએસ પર ટ્રાન્સફર થશે
ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પર તમને ઘણી સુવિધાઓ મળશે . એટલું જ નહીં એવી કેટલીક સુવિધાઓ પણ છે જે તમને ચેટ દરમિયાન એકદમ અલગ અનુભવ આપે છે . તે જ સમયે કંપની તેના યૂઝર્સની સુવિધાઓને ધ્યાનમાં રાખીને બજારમાં નવી સુવિધાઓ પણ રજૂ કરી રહી છે . એક રિપોર્ટ સામે આવ્યો છે કે , વોટ્સએપ એક સુવિધાનું પરીક્ષણ કરી રહ્યું છે , જેના ઉપયોગથી યૂઝર્સ સરળતાથી એન્ડ્રોઇડથી ચેટને આઇઓએસ પર ટ્રાન્સફર કરી શકે છે . અહેવાલ મુજબ આ સુવિધાને ચેટ ટ્રાન્સફર સુવિધા એવું નામ આપવામાં આવશે . આ સુવિધાના રોલઆઉટ પછી એન્ડ્રોઇડ યૂઝર્સ સરળતાથી તેમની ચેટ્સ આઇઓએસ પર સ્થાનાંતરિત કરી શકશે . આ સુવિધા યૂઝર્સ માટે આનંદપ્રદ તેમજ ખૂબ ઉપયોગી સાબિત થશે . આ સુવિધા ખાસ કરીને એવા યૂઝર્સ માટે લાવવામાં આવી રહી છે કે જેઓ એન્ડ્રોઇડથી આઇઓએસ પર સ્થળાંતર કરવા માંગે છે . એટલે કે જો તમે એન્ડ્રોઇડ ફોન યૂઝર્સ છો અને આઇઓએસ ડિવાઇ સ ખરીદી રહ્યા છો તો તમે વોટ્સએપ ચેટ સરળતાથી ટ્રાન્સફર કરી શકશો . સામાન્ય રીતે જ્યારે તમે એન્ડ્રોઇડ ફોનથી આઇઓએસ પર સ્થાનાંતરિત થાવ છો ત્યારે તમારી વોટ્સએપ ચેટની હિસ્ટ્રી આપમેળે અદ્રશ્ય થઈ જાય છે . જેના કારણે અનેક એન્ડ્રોઇડ યૂઝર્સ આઇઓએસનો ઉપયોગ કરવાનું વિચારતા જ નથી . જેને ધ્યાનમાં લઇને વોટ્સએપ દ્વારા આ સુવિધા લાવવામાં આવી રહી છે .
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો