ગૂગલે વાઇફાઇનાનસ્કેન નામની નવી એપ્લિકેશન લોન્ચ કરી

ગુગલે નવી એપ્લિકેશન શરૂ કરી છે . તેનું નામ વાઇફાઇનાનસ્કેન આપવામાં આવ્યું છે . આ એપ્લિકેશનની મદદથી યૂઝર્સ બ્યુટૂથ અને વાઇફાઇ વિના તેમના નજીકના સ્માર્ટફોન સહિતના અન્ય ઉપકરણોને કનેક્ટ કરવામાં સક્ષમ હશે . સરળ શબ્દોમાં કહીએ તો જો ફોનમાં નેટવર્ક ન હોય તો પણ ઇન્ટરનેટ અને વાઇફાઇથી સંબંધિત તમામ કાર્યો એપ્લિકેશનની સહાયથી કરી શકાશે . જો કે ગૂગલની નવી એપ્લિકેશન વાઇફાઇનાનસ્કેન હાલમાં ડેવલોપર માટે બનાવવામાં આવી છે . જેનાથી તેઓ વાઇફાઇ અવેર સાથે પ્રયોગ કરી શકે છે . જો તમને વાઇફાઇ અવેર વિશે ખબર નથી . તો તમને જણાવી દઇએ કે આ એક નંબર અવેરનેસ નેટવર્કિંગ છે , જે બાહ્ય ઉપકરણ વિના એક સ્માર્ટફોનને બીજાથી કનેક્ટ કરવામાં મદદ કરે છે . એક અહેવાલ WifiNanScan મુજબ , વાઇફાઇનાનસ્કેન એપ્લિકેશન ફક્ત ચોક્કસ સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઇડ ૮ અને તેનાથી ઉપરના વર્ઝનમાં જ ચલાવી શકાશે . આ એપ્લિકેશનની મદદથી યૂઝર્સ બ્યુટૂથ અને વાઇફાઇ વિના મેસેજ અને ડેટા શેર કરી શકશે . ગૂગલના દાવા મુજબ આ એપ સંપૂર્ણ સલામત છે . જ્યારે ફોનમાં ગૂગલ એપ્લિકેશન ઇન્સ્ટોલ થાય છે ત્યારે યૂઝર્સે કોઈપણ નેટવર્ક પર લોગ ઇન કરવાની જરૂર રહેશે નહીં . કંપનીનો દાવો છે કે વાઇફાઇ અવેર એપ્લિકેશનની મદદથી તમે ઇન્ટરનેટ કનેક્શન વિના કોઈપણ રેસ્ટોરન્ટમાં સીટ બુકિંગ અને મૂવી ટિકિટ બુક કરાવી શકશો . જેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે . આ એપ્લિકેશન એક મીટરથી ૧૫ મીટરની રેન્જ સુધી કામ કરે છે .

ટિપ્પણીઓ