Google ની ડાયલર એપ અને Truecaller વચ્ચે સ્પર્ધા વધી !
છેલ્લાં કેટલાક વર્ષોમાં Google ની ડાયલર એપ્લિકેશને સારી એવી લોકપ્રિયતા મેળવી લીધી છે . આ ઍપમાં એક નવું ફિચર આવ્યું છે જેમાં lmeonling call પર કોલર આઈડીની સુવિધા મળશે . હવે Xiaomi અને Oneplus જેવી કંપનીઓના ફોનમાં પણ જોડવામાં આવી રહી છે . જે યૂઝર્સ પાસે Google ફોન છે તેઓ તેને ડિફોલ્ટ ડાયલર એપ્લિકેશન તરીકે ઉપયોગ કરી શકે છે . કૉલ રિસીવ કરતા પહેલાં પૂઝર્સ જાણી શકશે કે તેને કોણ કૉલ કરી રહ્યું છે . આ સુવિધાને છેલ્લા કેટલાક મહિનાઓથી ટેસ્ટ કરવામાં આવી રહી હતી અને હવે તેમાં સફળતા મળી છે . અંતરિયાળ વિસ્તારોમાં કામ કરતાં લોકો માટે આ ફીચર બહુ ઉપયોગી માનવામાં આવે છે . સાથે જ તેને Truecaller ના વિકલ્પ તરીકે પણ જોવામાં આવે છે . હાલ આ બંને એપ્લિકેશનો વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે . લોકપ્રિય કૉલ આઈડેન્ટિફિકેશન એપ્લિકેશન Truecaller એ પણ સારી એવી તૈયારીઓ કરી છે . તે હવે યૂઝર્સની આસપાસમાં કોરોના હોસ્પિટલ શોધી કાઢવામાં મદદરૂપ સાબિત થશે . ટૂકૉલરને હોસ્પિટલોની ડિરેક્ટરીને તેમાં જોડી દેવાઈ છે જેને ભારતમાં કોઈપણ યૂઝર એક્સેસ કરી શકશે . આ ડિરેક્ટરીમાં દેશભરની કોવિડ હોસ્પિટલોના ફોનનંબર અને સરનામાં લખેલાં હશે .
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો