વધુ RAM હોવા છતાં સ્માર્ટફોન હેંગ થાય છે તો આટલું કરો


સામાન્ય રીતે પ્રોસેસર નબળું હોય અથવા તો ram ઓછી હોય તેવા સ્માર્ટફોનમાં હેંગ થવાની સમસ્યા આવી જાય છે . જો તમારા સ્માર્ટફોનમાં પ્રોસેસર કે રેમ ઓછી નથી તો પણ આ સમસ્યા થઈ રહી છે તો તેનું કારણ અપડેટ હોઈ શકે છે . ઘણીવાર કંપની પોતાના સ્માર્ટફોન માટે અપડેટ મોકલતી હોય છે . જો તમારો ફોન સ્લો થઈ રહ્યો છે તો પહેલાં અપડેટ ચેક કરી લો . ફોનને અપડેટ કરવાથી આ પ્રકારની સમસ્યા ઠીક થઈ જશે . તેનાં માટે સેટિંગ્સમાં જઈને ત્યાં આપવામાં આવેલા સિસ્ટમના વિકલ્પ પર ક્લિક કરો . ત્યારબાદ એડવાન્સ અને પછી ફરી સિસ્ટમ અપડેટ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે . અહીં તમને નવું અપડેટ મળી જશે . તેને ડાઉનલૉડ કરીને ઈન્સ્ટોલ કરી લો . આ રીતે તમારો ફોન અપડેટ થઈ જશે . એ પછી ફોન હેંગ થવાની સમસ્યા દૂર થઈ જશે . જો આવું કર્યા પછી પણ ફોન હેંગ થવાનું બંધ નથી થતો તો આગળ જણાવેલી ટિપ્સ તમારા કામમાં આવી શકે છે . ઘણી વાર તમારા ફોનમાં એવી અનેક એપ્લિકેશનો હોય છે જે બૅકગ્રાઉન્ડમાં ચાલતી રહેતી હોય છે , જેના કારણે મેમરી વધુ વપરાય છે . આ ફોન હેંગ થવાનું એક અગત્યનું કારણ હોઈ શકે છે , તેના માટે તમે એ એપ્લિકેશનને ફોર્સ સ્ટોપ કરી દો જે ઉપયોગમાં નથી લેવાતી . ઘણીવાર ફોનમાં Cache એકઠો થવાને કારણે પણ ફોન હેંગ થવાની સમસ્યા થઈ શકે છે . એવામાં યુઝર્સે સમયાંતરે ફોનનો Cache ક્લિયર કરતા રહેવું .

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

"All AMD Gaming PC Build | How To Make The Right