YouTube ની ભેટ , Shorts ક્રિયેટરોને મળશે અબજોનું ફંડ

You યૂટયુબ હવે શોટ્સ વીડિયો ક્રિયેટરોને લલચાવવાના પ્રયત્નો કરી રહ્યું છે . ગયા અઠવાડિયે તેણે ૧૦૦ મિલિયન અમેરિકી ડૉલર ( અંદાજે ૭૩૫ કરોડ રૂપિયા ) ના ફંડની જાહેરાત કરી હતી , આ ફંડ કંપની પોતાના નવા શોર્ટ વીડિયો ફિચર ' Shorts ' ના એ નિર્માતાઓને આપશે જેમના વીડિયો ખૂબ લોકપ્રિય થયા છે . નવું ફંડ દર મહિને હજારો નિર્માતાઓને આપવામાં આવશે જેમના વીડિયો પર યૂઅર્સ સૌથી વધુ જોડાયેલા રહે છે . નવા ક્રિયેટરોને પોતાના તરફ આકર્ષિત કરવા યૂટ્યુબે આ ફંડનો સહારો લીધો છે , કેમ કે હાલ બજારમાં શોર્ટ વીડિયો ફીચર્સની કંપનીઓ વચ્ચે તગડી સ્પર્ધા જોવા મળી રહી છે . થોડાં વર્ષ પહેલાં ટિકટૉકે અમેરિકામાં એક ક્રિયેટર ફંડ લૉન્ચ કર્યું હતું અને પછીનાં ત્રણ વર્ષમાં તેને વધારીને એક બિલિયન ડૉલર એટલે કે લગભગ ૭૩૫૦ કરોડ રૂપિયા કરી દીધું હતું . ‘ snap’ અને ‘ સ્પોટલાઈટ ’ ઉપર ગુણવત્તા સાથે ટૉપ કન્ટેન્ટ પોસ્ટ કરનારા યુઝરોને રોજના એક મિલિયન ( લગભગ ૭ કરોડ રૂપિયા ) આપી રહી છે . ટિકટૉકે આ શોર્ટ વીડિયો બનાવવાનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો . તે સફળ થતાં અન્ય એપ પણ આ સેગમેન્ટમાં કૂદી પડી હતી , જેમાં ફેસબુકની માલિકીની ઈન્સ્ટાગ્રામ રીલ્સ ’ , ‘ સ્નેપચેંટ સ્પૉટલાઈટ ’ અને ‘ યૂટયુબ શોટ્સ ' સામેલ છે .

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

"All AMD Gaming PC Build | How To Make The Right